બંધાડ ફળિયા પ્રાથમિક શાળા ખાતે સ્નેહા અંતર્ગત 'સક્ષમ યુવિકા' પ્રોજેક્ટનો શાળા કક્ષાએ શુભારંભ

   

સ્નેહા અંતર્ગત સક્ષમ યુવિકા પ્રોજેક્ટનો શુભારંભ


              તારીખ : ૧૨-૦૭-૨૦૨૩નાં દિને બંધાડ ફળિયા પ્રાથમિક શાળા ખાતે સ્નેહા અંતર્ગત 'સક્ષમ યુવિકા' પ્રોજેક્ટનો શાળા કક્ષાએ શુભારંભ કરાયો.તદુપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં. આ પ્રોજેક્ટમાં ધોરણ 8 ની કન્યાઓના સર્વાંગીણ વિકાસ માટે આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ,  પોલીસ વિભાગ, સંકલિત બાળ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા અઠવાડિયામાં ત્રણ એમ એક એક કલાકના કુલ 60 સેશન થકી સવારે 9:30 થી 10:30 દરમિયાન આજથી શરૂ કરીને 8 ડિસેમ્બર સુધી જુદા જુદા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. આજરોજ પ્રથમ સેશનમાં સીએચઓ વિભાગમાંથી લલીતાબેન દ્વારા ધોરણ 8ની તમામ કન્યાઓના હિમોગ્લોબિનનો ટેસ્ટ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ માટે સંકલન અને વ્યવસ્થાપન માટે સક્ષમ યુવિકા એપ પણ લોન્ચ કરવામાં આવી છે. આઈસીડીએસ કર્મચારીઓ દ્વારા દીકરીઓને પોષણક્ષમ અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો. નવસારી જિલ્લા પંચાયત હસ્તકની કુલ 212 શાળાઓમાં આ પ્રોજેક્ટનો આજથી શુભારંભ થઈ રહ્યો છે.






Post a Comment

Previous Post Next Post